જામનગર શહેરની મધ્યમાં આવેલા લાખોટા તળાવના અદ્દભુત દ્રશ્યો, જુઓ ડ્રોનની નજરે - Lakhota Lake drone view
જામનગરઃ પંથકમાં ભારે વરસાદ પડવાના કારણે મોટાભાગના તળાવ ઓવરફ્લો થયા છે તો નદીઓ ગાડીતુર બની છે. જામનગર શહેરની મધ્યમાં આવેલા લાખોટા તળાવના અદભુત દૃશ્યો સામે આવ્યા છે, લાખોટા તળાવ આ વર્ષની સિઝનમાં બીજી વખત ઓવરફ્લો થયું છે. લાખોટા તળાવનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે, તેમ જ નહીં રિવરફ્રંટ પણ બનાવવામાં આવ્યો છે. જો કે લાખોટા તળાવ ઓવરફ્લો થતા શહેરીજનોમાં ખુશી જોવા મળી છે. રાજવી સમયથી બનેલું લાખોટા તળાવ જામનગરની આન બાન અને શાન ગણાય છે. ડ્રોન કેમેરાની મદદથી જામનગર મધ્ય આવેલા લાખોટા તળાવના અદભુત દ્રશ્યો લેવામાં આવ્યા છે.