ભાવનગરઃ ગુરુનગરના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરની સંધ્યા આરતીનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો - Siddheshwar Mahadev Temple
ભાવનગરઃ શહેરમાં સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે નવા વર્ષના પ્રથમ દિવસે સંધ્યા આરતીનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. શહેરમાં ગુરુનગર વિસ્તારમાં આવેલા સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે સંધ્યા આરતીમાં ભક્તો કોરોના મહામારીમાંથી મુક્તી અને આવનારા વર્ષે આર્થિક સમૃદ્ધિ વધે તેવા આર્શિવાદ લેવા પહોચ્યાં હતા.