ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુરત જિલ્લા ભાજપ પ્રમુખ પદે સંદીપ દેસાઇની વરણી - Sandeep Desai elected district BJP president

By

Published : Nov 9, 2020, 10:13 PM IST

સુરતઃ જિલ્લા ભાજપના પ્રમુખ પદ માટે છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલી ગડમથલનો આજે અંત આવ્યો હતો. ભાજપ દ્વારા જિલ્લા ભાજપની કમાન સંદીપ દેસાઈને સોંપવામાં આવી છે. પ્રદેશ ભાજપ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં સંદિપભાઈ દેસાઈનું નામ આવતા જ તેમના સમર્થકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી. પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થતાં હવે ભાજપનું નવું માળખું જાહેર કરાયું છે. સંદીપ દેસાઇ હાલમાં સુરત APMCના ઉપપ્રમુખ છે. સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કના પણ વાઇસ ચેરમેન છે આ ઉપરાંત સુમુલ ડેરીના ડિરેકટર પણ છે. આ સાથે તેઓ અનેક સામાજિક શૈક્ષણિક અને સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. જ્યારે તાપી જિલ્લા ભાજપ પ્રમુખ પદે ડો. જયરામ ગામિતને રિપીટ કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details