પોરબંદરના બોખીરાથી આવાસ યોજના તરફ જતો રસ્તો બિસ્માર, લોકોને ભારે હાલાકી - પોરબંદર શહેરમાં રસ્તાઓની હાલાત
પોરબંદરઃ શહેરના અનેક રસ્તાઓ બિસ્માર છે, ત્યારે પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલા મહેર સમાજથી આવાસ યોજના તરફ જતા રસ્તાની હાલત એટલી હદે ખરાબ છે કે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. બોખીરા મહેર સમાજથી આવાસ યોજના તરફ જતો રસ્તો ઘણા વર્ષોથી ખખડધજ છે, તેવું અહીં રહેતા લોકોએ જણાવ્યું હતું. ખાસ કરીને કોઈ બીમાર હોય તે સમયે વધુ તકલીફ થાય છે અને દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની સમયે પરિવારજનો મુશ્કેલીમાં મુકાય છે. વરસાદના પાણી ભરાઈ જવાના કારણે પણ રસ્તામાંથી પસાર થવા સમયે મસમોટા ખાડાઓ દેખાતા નથી અને વાહનો ફસાઇ જવાની પણ ઘટના બને છે. ત્યારે તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં રસ્તો બનાવવામાં આવે તેવી લોકોએ માગ કરી છે.