લોકડાઉનમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ તલવારબાજી કરી... જુઓ વીડિયો - Ravindra jadeja on his home
જામનગર: ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ લોકડાઉનમાં પોતાના ઘરે જ તલવાર બાજી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિશ્વભરમાં કોરોનાવાયરસની મહામારી જોવા મળી રહી છે ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટર સોશિયલ મીડિયામાં પોતાના અપિલ તેમજ વિડીયો અપલોડ કરતા જોવા મળી રહ્યા છે. થોડા દિવસ પહેલા ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ડેવિડ વોર્નરે પણ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની જેમ બેટ ફેરવતો વીડિયો સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. હંમેશા ફિફ્ટી તેમ જ સેન્ચ્યુરી પૂરી કર્યા બાદ મેદાનમાં તલવારની જેમ બેટ ફેરવવા માટે જાણીતા થયેલા ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ હવે ખુદ તલવારથી જ સ્ટંટ કરતા જોવા મળ્યા હતા.