કોરોના ઈફેક્ટ: રાજકોટની દાણાપીઠ બજાર બજાર એક સપ્તાહ સુધી અડધો દિવસ બંધ રહેશે - Sony closed the market
રાજકોટ: શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે સોની બજાર બાદ દાણાપીઠ બજારના એસોસિએશન દ્વારા દાણાપીઠ બજારને અઠવાડિયા સુધી અડધો દિવસ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. દાણાપીઠ બજાર સવારે 8:00 વાગ્યે ખુલશે અને બપોરે 3:00 વાગ્યે બંધ થશે. ઉલ્લેખનીય છે કે, સોની બજારના કેટલાક વેપારીઓને કોરોના પોઝિટિવ આવ્યા બાદ સોની બજારને અઠવાડિયા સુધી બંધ રાખવામાં આવી છે. ત્યારે હવે દાણાપીઠના વેપારી એસોસિયેશન દ્વારા પણ બજારને અડધો દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દાણાપીઠના વેપારી એસોસિએશનના પ્રમુખે જણાવ્યું કે, જરૂર લાગે તો આગામી દિવસોમાં અમે આ નિર્ણયને વધુ લંબાવી શકીએ છીએ.