રાજકોટમાં કોની સરકાર? મતગણતરીને લઇને સવારે 08ઃ00 વાગ્યાની સ્થિતિ - રાજકોટ મહાનગરપાલિકા
રાજકોટઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને 6 મહાનગરપાલિકાઓમાં 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાયું હતું. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 47.27 ટકા મતદાન નોંધાયું હતું. જેની મતગણતરી આજે મંગળવારે થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કુલ 18 વોર્ડ અને 72 બેઠકો છે. જેમાંથી 36 બેઠક મહિલા માટે અનામત રાખવામાં આવી છે. આ સાથે જ રાજકોટમાં કુલ 10, 94, 005 મતદારો હતા. જે પૈકી 5, 67, 002 પુરુષો, 5, 26, 984 મહિલા અને 19 ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે.