રાજકોટના ઉપલેટા પંથકમાં વરસાદ થતા ખેડૂતોએ કરી વાવણી - Farmers sowed
રાજકોટઃ જિલ્લાના ઉપલેટા તાલુકાના રબારિકા, ગઢાડા, સેવંત્રા સહિતના ગામમાં વરસાદી માહોલ જામતા ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળ્યા હતાં. ઉપલેટા પંથકનાં ખેડૂતો દ્વારા પોતાના ખેતરોમાં વાવણીનાં શ્રી ગણેશ કર્યા હતા. તેમજ ઘણા ખેડૂતોએ બિયારણ માટે રૂપિયા ઉછી ઉધારી કરીને વાવણી માટે ખર્ચ્યા હતા, જેથી તેઓએ સરકાર પાસે પાકવિમાંની રકમ તાત્કાલિક જાહેર કરવા માગ કરી છે.