રાજકોટના ગોંડલથી જેતપુર સુધીના હાઇવે પર ગેરકાયદેસર બાંધકામ પર ડીમોલેશન - Demolition on illegal construction
રાજકોટઃ જિલ્લામાં ગોંડલથી જેતપુર સુધીના નેશનલ હાઇવે પર ગેરકાયદેસર બાંધકામ પર હાઇવે ઓથોરિટી દ્વારા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. સોમવારથી ગોંડલના આશાપુરા ચોકડીથી ડીમોલેશનની શરૂઆત કરવામાં આવી હતી. નવા માર્કેટયાર્ડ પાસે હાઇવેની જગ્યા પર હોટેલો ખડકવામાં આવી હતી, તે હોટલો પર સોમવારે હાઇવે ઓથોરિટી દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. ડીમોલેશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવના બને તે માટે ગોંડલના મામલતદાર, પોલીસ કાફલા સહિતના અધિકારીઓનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. ટોલ પ્લાઝાના અધિકારી અજય ઠાકોરે Etv ભારતને ટેલિફોનીક વાતચિતમાં જણાવ્યાં અનુસાર 8 દિવસ સુધી આ ચાલુ રહેશે. તેમજ ગોંડલ આશાપુરા ચોકડીથી જેતપુર સુધીના હાઇવે પર તમામ દબાણ દૂર થશે તેવું જણાવ્યું હતું.