NSUIના કાર્યકર્તાઓ પર હુમલોના વિરોધમાં રાજકોટ કોંગ્રેસ ધરણા - rajkot congress protest
રાજકોટ: મંગળવારે અમદાવાદ ABVP અને NSUIના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી સર્જાઈ હતી. જેમાં મોટાભાગના કાર્યકર્તાઓ ઘાયલ થયા હતા. જ્યારે બીજી તરફ NSUIના કાર્યકર્તાઓ પર હુમલો થવાની ઘટનાને પગલે રાજકોટ કોંગ્રેસે વિરોધના ભાગરૂપે ધરણા કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટના ત્રિકોણબાગ ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, વિપક્ષી નેતા વશરામ સાગઠિયા સહિતના કોંગી આગેવાનો બુધવારે ધરણા પ્રદર્શનમાં જોડાયા હતા. તેમજ હુમલો કરનાર વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહીની માગ કરી હતી.