15 ઓગસ્ટે રાષ્ટ્રધ્વજનું અપમાન કરાતા રાજકોટ AAPના કાર્યકર્તાઓ અનશન પર બેઠા - aap workers on hunger strike
રાજકોટઃ 15 ઓગસ્ટના રોજ રાજકોટ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. તે સમયે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. જેને લઇને સમગ્ર મામલો ગરમાયો છે, સોમવારે રાજકોટ આમ આદમી પાર્ટીના પ્રમુખ રાજભા ઝાલાએ પોતાના ઘરે કાર્યકર્તાઓ સાથે સત્યાગ્રહ આંદોલન શરૂ કર્યું છે. રાજભાએ એવો આક્ષેપ કર્યો છે કે, 15મી ઓગસ્ટના દિવસે પોલીસ દ્વારા રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું હતું. જેને લઈને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહીની માગ સાથે પોતાના ઘરે જ અનશન કરવામાં આવ્યું છે. તેમજ જ્યાં સુધી રાષ્ટ્રધ્વજનું અપમાન કરનારા લોકો વિરૂદ્ધ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આ સત્યાગ્રહ અનશન શરૂ રાખવાની ચીમકી આપ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.