વડોદરામાં ભારે પવન સાથે વરસાદનું આગમન, જૂઓ વીડિયો... - ઘણાબધા વિસ્તારોમાં વિજળી ડૂલ
વડોદરા : શહેરમાં ગુરુવારે બપોરના સમયે ભારે પવન સાથે વરસાદ પડતા છેલ્લા કેટલાય સમયથી ગરમી અને બફારાના કારણે હેરાન થયેલા શહેરીજનોએ હાશકારો અનુભવ્યો હતો. વરસાદ સાથે ફૂંકાયેલા ભારે પવનના કારણે શહેરમાં ઠેરઠેર વૃક્ષો તેમજ હોર્ડિંગ્સ ધરાશાયી થવાના કિસ્સાઓ પણ બન્યા હતા. વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે ઘણાબધા વિસ્તારોમાં વિજળી ડૂલ થઈ ગઈ હતી.