વાપીમાં મેઘરાજાની એન્ટ્રી, માર્ગો પર પાણી ભરાયા - monsoon season
વલસાડઃ જિલ્લાના વાપીમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ પોતાના આગમનની છડી પોકારી છે. ગુરુવારે સાંજે અચાનક વરસાદી ઝાપટાં વરસાવ્યા બાદ શુક્રવારે 11 વાગ્યાથી ધીમીધારે વરસતા વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં. વાપીમાં સતત ધીમીધારે એક થી દોઢ કલાક વરસેલા વરસાદને લઈને લોકોએ પણ ગરમીમાં ઠંડકનો એહસાસ કર્યો હતો. તો બીજી બાજુ અનાજ કરીયાણાના વેપારીઓ, ફ્રુટ શાકભાજીના લારીવાળાઓ, દ્વિચક્રી વાહનચાલકો મુસીબતમાં મુકાયા હતાં.