સુરેન્દ્રનગરમાં વરસાદે નગરપાલિકાની પોલ ખોલી, લાખોના ખર્ચે તૈયાર રિવરફ્રન્ટમાં પાણી ભરાયાં - સુરેન્દ્રનગર નગરપાલિકા
સુરેન્દ્રનગર: જિલ્લામાં વરસાદ થતાં રસ્તા પર પાણી ફરી વળ્યા હતાં. તેમજ સુરેન્દ્રનગરમાં નગરપાલિકા દ્વારા ભોગાવો નદીના કાંઠે લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા રિવરફ્રન્ટમાં પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા હતા. આવા દ્રશ્યો સર્જાતા લાખો રૂપિયા જાણે પાણીમાં ગયા હોય તેવું શહેરમાં ચર્ચાએ જોર પકડયું છે. પાણી ભરાતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.