સુરત ગ્રામ્યમાં મેઘરાજાએ દીધી દસ્તક - રાજ્યના અનેક શહેરોમાં વરસાદની આગાહી
સુરત જિલ્લામાં ચોમાસાના આગમન પહેલાની પ્રિ-મોન્સૂન કામગીરીનો પ્રારંભ થઇ ગયો છે. આજે સોમવારે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ ઘણા તાલુકાઓના ગામડાઓમાં મેઘરાજાએ દસ્તક દીધી હતી. ઓલપાડમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. જંગલોથી ચારેય તરફ ઘેરાયેલો ઉમરપાડા તાલુકામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી અને બજારોમાં પાણી-પાણી કરી નાખ્યું હતુ. ગતરોજ પણ ઉમરપાડા તાલુકામાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો હતો.