રાજકોટમાં જમવા જેવી નજીવી બાબતે રેસ્ટોરન્ટમાં માથાકૂટ, ઘટના CCTVમાં કેદ - ક્રાઈમ ન્યુઝ ઓફ રાજકોટ
રાજકોટઃ શહેરના 150 ફૂટ રોડ પર આવેલી સીનર્જી હોસ્પિટલ સામેના રેસ્ટોરન્ટમા જમવા જેવી નજીવી બાબતે આવાર તત્વો દ્વારા હંગામો મચાવવામાં આવ્યો હતો. રવિવારે મોડી રાત્રે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ રાજભોગ રેસ્ટોરન્ટમાં સંજય કાઠી નામના શખ્સ સહિત અન્ય 8 શખ્સો આવી ચડ્યા હતા. જમવાનું માંગતા હોટેલ સ્ટાફ દ્વારા જમવાનું પૂરું થઈ ગયાનું જણાવતા આાર તત્વોએ રેસ્ટોરન્ટના સ્ટાફ અને સંચાલક સાથે બોલાચાલી કરી હતી. બાદમાં તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં રેસ્ટોરન્ટ સંચાલકને ઇજા પહોંચી હતી. જો કે રેસ્ટોરન્ટમાં માથાકૂટ થયાની ઘટનાના હાલ CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.