વડોદરામાં પતિ, પત્ની ઓર વો નો ઝઘડો આવ્યો રસ્તા પર, જાહેરમાં થઈ મારામારી - ગુજરાતી વીડિયો
વડોદરાઃ શહેરના રાવપુરા વિસ્તારમાં પતિને પ્રેમિકા સાથે પકડી લેતા પત્ની અને તેના સંબંધીએ પતિની જાહેરમાં ધોલાઈ કરી હતી. રાવપુરા પોલીસ મથક સામે મામાની પોળમાં બનેલી આ ઘટનાને લઈને ટોળું ભેગું થઈ ગયુ હતુ. પતિ પોતાની પ્રેમિકા સાથે ઉભો હતો ત્યારે પત્ની અને ઘરના અન્ય સભ્યો ત્યાં પહોંચી ગયા હતા અને પતિને જાહેર માર્ગ પર માર મારવાનું શરૂ કરી દીધું હતું. મામલો એટલો ગંભીર બન્યો હતો કે પ્રેમિકાને મેથીપાક ચખાડવા પત્ની અને પરિવારજનો પહોંચતા પ્રેમિકા ત્યાંથી પલાયન થઇ ગઇ હતી.