આટકોટ પોલીસ સ્ટેશનમાં SPની હાજરીમાં લોક દરબારનું આયોજન કરાયું - આટકોટ પોલીસ સ્ટેશન
રાજકોટઃ આટકોટ પોલીસ સ્ટેશનમાં SP બલરામ મીણાએ આટકોટ, જંગવડ, વીરનગર, પાચવડા, જીવાપર, દડવા, ખારચીયા, બળધુળ, જસાપર વગેરે ગામના સરપંચ અને આગેવાનોને સાથે રાખી લોક દરબારનું આયોજન કર્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં આગેવાનોએ હાજરી આપી હતી. SP બલરામ મીણાએ ગામમાં લોકો સાથે ગુનાખોરી ડામવા અંગે ચર્ચા કરી હતી. જેમાં વિનુભાઈ ધડુકે સાથળી પોલીસ સ્ટેશનમાં પોલીસ વધારવાની માંગણી મુકી હતી. તેમજ પોલીસ પેટ્રોલિંગ પણ કરવામાં આવે તેવી માંગણી પણ કરી હતી. આટકોટ પોલીસ સ્ટેશનમાં પહેલી વખત પોલીસ લોક દરબાર યોજાયો હતો. તેમજ પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન પણ યોજાયું હતું.