અમદાવાદમાં જનતા કરફ્યૂ, કાલુપુર ચોખા બજાર સજ્જડ બંધ - કોરના વાઈરસ ન્યૂઝ
અમદાવાદઃ કોરોના વાઇરસને કારણે દેશમાં હાહાકાર મચી ગયો છે, ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જનતા કરફ્યૂનું આહવાન કરવામાં આવ્યું છે. જેના પગલે અમદાવાદ પણ સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે. અમદાવાદના કાલુપુર માર્કેટની વાત કરીએ તો, કાલુપુર માર્કેટ જે રવિવારે પણ શાકભાજી અને અન્ય ચીજવસ્તુઓથી ધમધમતું હોય છે, ત્યારે જનતા કરફ્યૂને કારણે સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે. કાલુપુર ચોખા બજાર સહિત તમામ માર્કેટમાં સન્નાટો જોવા મળી રહ્યો છે.