વડોદરા AAP મહિલા સંગઠનનો વિરોધ, દુષ્કર્મીઓને ફાંસી આપવાની કરી માંગ - ન્યુઝ ઓફ વડોદરા
વડોદરા: દેશમાં દુષ્કર્મના કેસ સતત વધી રહ્યા છે. વધતા દુષ્કર્મના કેસના વિરોધમાં વડોદરા શહેર આમ આદમી પાર્ટી (AAP) મહિલા સંગઠન દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશના હાથરસમાં દુષ્કર્મની ઘટનાએ સમગ્ર દેશને કંપાવી નાંખ્યો છે. રાજ્યમાં સાબરકાંઠા, અમદાવાદ, અને જામનગર જેવા શહેરોમાંં દુષ્કર્મના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. પરંતુ દુષ્કર્મીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તેમને તંત્ર દ્વારા કોઈ જ સજા ન ફટકારતા નિર્ભય રીતે ફરી રહ્યા છે. વડોદરાના આમ આદમી પાર્ટી મહિલા સંગઠન દ્વારા રાજ્ય તથા દેશમાં વધી રહેલા દુષ્કર્મના કેસનો વિરોધ કરી હવસખોરોને ફાંસીની સજા આપવામાં આવે તેવી માગ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન આપી રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવા રજૂઆત કરી હતી.