વડોદરા SSG હૉસ્પિટલમાંથી કાચા કામનો કેદી નજર ચૂકવી થયો ફરાર - Vadodara SSG Hospital
વડોદરાઃ પાદરા તાલુકાના પોસકોના કાચા કામના કેદી દિલીપ વસાવાને વડોદરાની સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો હતો. જે કેદી શનિવારે સયાજી હોસ્પિલમાંથી ફરાર થઈ ગયો હતો. તેની વિરૃદ્ધ પોસ્કોની કલમ હેઠળ ગૂનો દાખલ હતો. કાચા કામના આરોપી દિલિપને હાથમા ફ્રેક્ચર હોવાથી પોલીસ જાપ્તા હેઠળ SSG હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસને ધક્કો મારીને આરોપી દિલીપ ભાગી ગયો હતો. આ બનાવને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે આ મામલે જણાવ્યું હતું કે, અમે જલ્દી આરોપીને પકડીને કાર્યવાહી કરીશું.