મહેસાણા પોલીસની મેગા ડ્રાઇવ, વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી દારૂનો નાશ કરાયો - પોલીસ રેડ
મહેસાણાઃ જિલ્લા પોલીસે દેશી દારૂના અડ્ડાઓ પર મેગા ડ્રાઇવ શરૂ કરી દરોડા પાડ્યા છે. સોમવારે વહેલી સવારે 5 વાગ્યાથી ચાર કલાકની અંદર પોલીસે 12 ગુના ડિટેકટ કરી તાવડીયા રોડ, લાખવડી ભાગોળ, અમર પરા, ભોંયરાવાસ, શોભાસન રોડ અને ઊંડી ફળી વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. પોલીસે જુદા જુદા 6 જેટલા વિસ્તારના લિસ્ટેડ બુટલેગરોનો ત્યાં દરોડા પાડી કાર્યવાહી કરતા ઘટના સ્થળેથી 500 લીટર વોશ, 30 લીટર દેશી દારૂ અને 40 બેરલ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેનો સ્થળ પર જ નાશ કરાયો હતો. આ સાથે જ પોલીસે 12 બુટલેગરોને પણ દબોચી લઈ 10 હજારનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.