રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો, કારણ અકબંધ - થોરાળા પોલીસ મથક'
રાજકોટ: થોરાળા પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામ્યો છે. આશિષ દવે નામના પોલીસ કોન્સ્ટેબલ હેડક્વાર્ટર ખાતે ફાળવાયેલ કવાર્ટરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જો કે, કોન્સ્ટેબલ ક્યા કારણોસર આત્મહત્યા કરી છે, એ કારણ બહાર આવ્યું નથી, પરંતુ ઘરકંકાસના કારણે પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી હોવાનું પ્રાથમિક કારણ માનવામાં આવી રહ્યું છે. હાલ કોન્સ્ટેબલ કરેલી આત્મહત્યાના કેસમાં વધુ તપાસ પ્રદ્યુમનનગર પોલીસ ચલાવી રહી છે.