ઓર્ગેનિક ખાતરનું માર્કેટિંગ કરતા બે શખ્સોને ચોરીના બાઇક સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા - વડોદરા ક્રાઇમ બ્રાન્ચ
વડોદરાઃ શહેરમાં ઓર્ગેનિક ખાતરનું માર્કેટિંગ કરતા બે સેલ્સમેનને ચોરીની બે બાઇક સાથે પોલીસ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વડોદરા શહેરના માંજલપુર અલવાનાકા વિસ્તારમાં સાંઇ મંદિર પાસેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી માહિતીના આધારે પોલીસે બે શખ્સોની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં બંનેની પૂછપરછ કરતાં તેઓ ઓર્ગેનિક ખાતરનું માર્કેટિંગ કરતા હોવાની વિગતો ખૂલી હતી. પોલીસે બાઇકના કાગળો માંગ્યા હતાં પરંતુ કાગળો મળ્યા ન હોવાથી તેમને શંકા ગઈ હતી. જોકે વધુ તપાસમાં બંને બાઇક રાવપુરા અને સયાજીગંજમાંથી ચોરાઇ હોવાની વિગતો પોલીસ તપાસમાં ખૂલ્યું હતું. હાલ પોલીસે બન્ને આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.