સુરતમાં પોલીસે રીક્ષા યાત્રીઓ સાથે લૂંટ કરનાર ટોળકીની ધરપકડ કરી - સુરતમાં પોલીસે લૂંટ કરનાર ગેંગની ધરપકડ કરી
સુરત: લૂંટના ગુનામાં સંડોવાયેલા 5 આરોપીને ડીસીબી પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે તેઓની પાસેથી બે રીક્ષા કબજે કરી છે. ડીસીબી પોલીસને બાતમી મળી હતી કે, લૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સુરત શહેરમાં ફરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી 5 આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી બે રીક્ષા કબજે કરી છે. પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપીઓ રીક્ષામાં બેસતા યાત્રીઓને લૂંટતા હતા.