અમદાવાદમાં લોકડાઉનને લઈ પોલીસ દ્વારા ડ્રોન ઉડાવીને નજર રાખવામાં આવશે - અમદાવાદ લોકડાઉન
અમદાવાદઃ કોરોના વાયરસના પગલે સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ પોલીસ દ્વારા ડ્રોન ઉડાવીને સમગ્ર વિસ્તારનું મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. સોલા પોલીસ સ્ટેશન દ્વારા ડ્રોન ઉડાવવામાં આવ્યું અને સમગ્ર વિસ્તારની હલચલ પર નજર રાખવામાં આવી હતી. લોકડાઉનમાં કારણ વિના બહાર નીકળતા લોકો અને વિસ્તાર પર ડ્રોન દ્વારા નિરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. ગલીઓમાં ફરત કે એકઠા થયેલા લોકોને ડ્રોન વડે જોઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. તેમજ રસ્તે જતા વાહનો પર પણ નજર રાખવામાં આવશે. વાહન ચાલક પોલીસથી ભાગશે તો ડ્રોન દ્વારા તેના સુધી પહોંચી શકાશે.