ગુજરાત હાઈકોર્ટમાં ફિઝિકલ સુનાવણી આગામી આદેશ સુધી મુલતવી
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં 16 સપ્ટેમ્બરથી પ્રત્યક્ષ ફિઝિકલ સુનાવણી શરૂ થવાની હતી. જોકે મંગળવારે હાઇકોર્ટના 30 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા ફિઝિકલ સુનાવણી ફરીવાર અગામી આદેશ સુધી મુલતવી રાખવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં 30 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. હાઇકોર્ટના સીટિંગ ન્યાયાધીશનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાઈકોર્ટના જે જજ ફિઝિકલ સુનાવણી કરવાના હતા, તે હવે વીડિયો કોન્ફરેન્સથી સુનાવણી કરશે. હાઈકોર્ટે 14 સપ્ટેમ્બરથી રાજ્યની તમામ તાલુકા કોર્ટમાં 50 ટકા સ્ટાફ સાથે ફિઝિકલ સુનાવણીની મંજૂરી આપી હતી.