ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુરતમાં બેન્ડ, બગી, સાઉન્ડ તેમજ ઝુમરવાળા લોકોએ કલેકટરને આપ્યું આવેદનપત્ર - સુરત કલેક્ટર

By

Published : Dec 3, 2020, 2:32 PM IST

સુરતઃ કોરોનાની સ્થિતિને લઈને લગ્ન પ્રસંગમાં માત્ર 100 જ વ્યક્તિઓને મંજુરી આપવામાં આવી છે તેમજ જાહેર મેળવડા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે સુરતમાં બેન્ડ, બગી, સાઉન્ડ તેમજ ઝુમર સાથે સંકળાયેલા લોકોની હાલત કફોડી બની છે. લોકડાઉન બાદ અનલોકનો તબક્કો આવ્યો હતો અને ત્યારબાદ પણ આ તમામ લોકોને છૂટછાટ ન મળતા તેઓને રોજી રોટી કમાવવાનું મુશ્કેલ બન્યું છે. જેથી તે લોકોએ આજે અનોખી રીતે વિરોધ નોંધાવી સુરત કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું અને આર્થિક સહાય આપવાની માંગ સાથે ધંધામાં છૂટછાટ આપવા માંગ કરી છે. તેઓએ બગી પર બેસી, ઢોલ માથે મૂકી અને વિવિધ બેનરો સાથે રેલી યોજી સુરત કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. બેન્ડવાળા મોહમદ ફારુકભાઈએ જણાવ્યું હતું કે દર સિઝનમાં દર વર્ષે 100 જેટલા વરઘોડાનો ઓર્ડર મળે છે. આ વર્ષે માંડ 10 જ મળ્યા છે. તેમજ આખું વર્ષ કોરોનાને કારણે કોઈ કામ ધંધો થઇ શક્યો નથી. જેથી સરકાર અમારા વિશે વિચારી અમારી મદદ કરે તેવી માંગ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details