વડોદરામાં પાર્કિંગની છત પડી જતા પાર્ક કરેલા વાહનોને નુકસાન, કોઈ જાનહાની નહિ - બિલ્ડર
વડોદરાઃ શહેરના દંતેશ્વર તળાવ સામે આવેલા ભાગ્યોદય કોમ્પલેક્ષના પાર્કિંગમાં અચાનક છત પડી જતા થોડા સમય માટે નાસભાગ મચી જવા પામી હતી. આ કોમ્પ્લેક્ષમાં અચાનક પાર્કિંગ એરિયામાં અચાનક છત પડી જતા પાર્કિંગ એરિયામાં પાર્ક કરેલા ત્રણથી ચાર વાહનોને નુકસાન થયું હતું. અચાનક પાર્કિંગ એરિયામાંથી ધડાકાભેર અવાજ આવતા રહેવાસીઓ પાર્કિંગ એરિયામાં દોડી આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાની થઇ ન હતી. આ ઘટના બાદ રહેવાસીઓ દ્વારા બિલ્ડર સામે પગલા લેવા માટે માગ કરવામાં આવી રહી છે.