જામનગર: શિક્ષણના વ્યાપારીકરણનો ABVP દ્વારા કરાયો વિરોધ - Center of Excellence
જામનગરઃ શહેરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શિક્ષણના વ્યાપારિકરણને પ્રોત્સાહન પૂરું પાડતી શિક્ષણ વિભાગની નીતિરીતિ સેન્ટર ઓફ એક્સેલેન્સનો પત્રકાર પરિષદ યોજી વિરોધ કરવામાં આવ્યો હતો. શિક્ષણ વિભાગના સચિવે જાહેર કરેલા પરિપત્રમાં સેન્ટર ઓફ એક્સેલન્સ માટે અરજી આમંત્રિત કરવામાં આવી છે. અરજી કરવા માટે લખેલી શરતો આશ્ચર્યજનક છે, જેમાં ફક્ત પ્રાઈવેટ સંસ્થાઓને પ્રત્યક્ષ રૂપે લાભ પહોંચાડવાનો ઉદેશ જાહેર થાય છે. ત્યારે સરકારના આ નિર્ણય સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્યો તેમજ પ્રમુખ આ પ્રસંગે ઉપસ્થિત રહી વિરોધ વ્યક્ત કર્યો હતો.