વિરોધપક્ષ નેતા પરેશ ધાનાણીએ મતદાન કર્યુ - વિપક્ષના નેતા પરેશ ધાનાણી
અમરેલીઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યુ છે, ત્યારે આજે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ મતદાન કર્યું હતું. વિપક્ષનેતા પરેશ ધાનાણીએ અમરેલીમાં સાયકલ ચલાવીને પાછળ રાસાયણિક ખાતરની થેલી મુકીને પોતાના મતદાન બુથ સુધી પહોંચ્યાં હતા અને મતદાન કર્યું હતું.