આ વર્ષે ગરબાનું આયોજન કરવું જોઈએ કે નહીં તે અંગે રાજકોટના જાણીતા લોક ગાયકનો અભિપ્રાય... - Folk artist's opinion
રાજકોટ: કોરોના મહામારીને લઈને ગુજરાત સરકાર દ્વારા રાજ્ય કક્ષાનો નવરાત્રી મહોત્સવ રદ કરવામાં આવ્યો છે. ત્યારે જિલ્લા કક્ષાએ નવરાત્રીનું આયોજન થવું જોઈએ કે નહીં તે અંગેના પ્રશ્નના જવાબમાં રાજ્યના વિખ્યાત લોકગાયક પૂનમબેન ગોંડલીયાએ ETV ભારતને જણાવ્યું હતું કે, સરકારના નિર્ણયને હું આવકારું છે અને કોરોના મહામારી વચ્ચે ગરબાનું આયોજન લોકો માટે હિતાવહ નથી. જો આપણે હશું તો અવતા વર્ષે પણ માની આરાધના આપણે કરી શકશું. આ સાથે જ તમને જણાવ્યું હતું કે જે દર વર્ષે પ્રાચીન ગરબીઓ યોજાય છે અને બાળાઓને ગરબા રમાડવામાં આવે છે ત્યારે આ વર્ષે કોરોનાના કારણે ચોકે ચોકે ભકે ગરબા ન રમાડીએ પરંતુ માતાજીને બેસાડીને તેમની આરાધના, સ્તુતિ અને આરતી, ધૂપ કરીએ તો આ કોરોનારૂપી રાક્ષસને ભગાડી શકાઈ.