જામનગરની ગ્રીન માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ખુલ્લેઆમ ભંગ - જામનગર ગ્રીન માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ખુલ્લેઆમ ભંગ
જામનગર: જામનગરમાં શુક્રવારે એક જ દિવસમાં 15 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવી ગયુ હતું. જિલ્લા કલેક્ટર દ્વારા શહેરમાં કડક લોકડાઉનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જો કે જામનગરમાં અમુક વિસ્તારમાં લોકડાઉનનું પાલન ન થતા ખુદ જિલ્લા પોલીસવડા પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. જામનગરમાં મુખ્ય બજાર ગણાતી ગ્રીન માર્કેટમાં લોકોની ભારે ભીડ જામી હતી તેમજ અમુક વેપારીઓ લોકડાઉન હોવા છતા પણ દુકાનો ખોલીને બેઠા હતા. આખરે જિલ્લા પોલીસવડાને જોઇ વેપારીઓએ તાત્કાલિક દુકાનો બંધ કરી હતી.