ઓનલાઇન નાણાં પડાવનારની વડોદરા પોલીસે ઉત્તર પ્રદેશથી અટકાયત કરી - પાદરા પોલીસ મથક
વડોદરાઃ રાજ્યમાં નોકરી આપવાના બહાને લોકો સાથે ઓનલાઇન નાણાં પડાવનારા વિકાસ દુબેને વડોદરા ગ્રામ્ય પોલીસે ઉત્તરપ્રદેશથી પકડયો હતો, અનેક લોકો સાથે ઠગાઈ કરનારા ભેજાબાજ પાસે પોલીસે કુલ રૂપિયા 4.06 લાખ રિકવર કર્યા છે. પાદરામાં રહેતાં કીરણ પટેલને નોકરી આપવાની લાલચે ફસાવી ઉત્તર પ્રદેશના વિકાસ રામસ્વરૂપ દુબેએ ઓનલાઇન નાણાં પડાવ્યાં હતા. પાદરા પોલીસ મથકે કરણ પટેલે ફરિયાદ નોંધાવી હતી. પોલીસને મોબાઇલ નંબર અને બેંક ખાતાના આધારે વિકાસ દુબેની માહિતી મળી હતી. ત્યારબાદ પોલીસે તપાસ માટે ઉત્તર પ્રદેશ ગઈ હતી. જ્યા પોલીસે વિકાસ દુબેની ગુરૂવારે અટકાયાત કરી હતી. જે બાદ તેને શુક્રવારે પાદરા લાવવામાં આવ્યો હતો.