વડોદરાઃ ખાનગી શાળાના સંચાલકોએ ફી ન ભરી તો વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ બંધ, વાલીઓનો વિરોધ - વડોદરામાં શાળા સંચાલકોની દાદાગીરી
વડોદરા : શહેરમાં ફરી એક વાર શાળા સંચાલકોની દાદાગીરી સામે આવી છે. વડોદરાના ગોત્રી-સેવાસી રોડ પર આવેલી અક્ષર પબ્લિક સ્કૂલના સંચાલકોએ ફી ન ભરનાર વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ બંધ કરી દીધું છે. સરકારની 25 ટકા ફી ઘટાડાની વાતને પણ શાળા સંચાલકોએ ફગાવી દીધી છે, ત્યારે સ્કૂલ સંચાલકો સામે સરકાર કડક પગલાં ભરે તેવી વાલીઓ માગ કરી રહ્યા છે. તેમજ વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ ઉગ્ર રજુઆત કરી ન્યાયની માંગણી કરી હતી.