થર્ટી ફર્સ્ટ પર દારૂડિયાઓને લઈ આણંદ પોલીસે કર્યુ સઘન ચેકીંગ - આણંદ ન્યૂઝ
આણંદઃ રાજ્ય સરકારના સૂચનો અનુસાર આણંદ જિલ્લામાં પણ નવાવર્ષની ઉજવણી પર રોક લગાવવામાં આવી છે. સાથે જ આ સમયમાં દારૂના રસિકો માટે પણ પોલીસ દ્વારા અલગ બંદોબસ્ત અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જિલ્લાના પ્રવેશ દ્વાર સમા વાસદ ટોલ પ્લાઝા પાસે પોલીસ દ્વારા 31 ડિસેમ્બરને લઈ સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં જિલ્લા બહારથી આવતા સાધનોને ચેકીંગ કરી પ્રોહિબ્યુસન ના નિયમોનો ભંગ ન થાય તે પ્રમાણે તપાસ કરવામાં આવી રહી છે. વાસદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર પરમારના જણાવ્યા અનુસાર વાસદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા તમામ ફાર્મહાઉસ,પાર્ટી પ્લોટ, ખાનગી હોટલો,રેસ્ટોરન્ટ, વગેરે ને નિયમ અનુસાર સૂચનાઓ આપી દેવામાં આવી છે. સાથે જ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના ચાર જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે.