ગુજરાત

gujarat

ETV Bharat / videos

મહેસાણાના વિજાપુરમાં વૃદ્ધ દંપતીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું - મહેસાણા ન્યુઝ

By

Published : Oct 12, 2019, 1:35 PM IST

મહેસાણાઃ વદ્ધ દંપતીના મકાનમાંથી કોઇ પણ પ્રકારનો અવાજ કે હિલચાલ ન જણાતા સ્થાનિકોએ તપાસ હાથ ધરી હતી. જેનાં વૃદ્ધ દંપતી મૃત હાલતમાં જમીન પર પડેલા નજરે ચડ્યા હતાં. જે બાબતે વિજાપુર પોલીસને જાણ કરાતા પોલીસે સ્થળ તપાસ કરી મૃતકના સગા-સબંધીઓ અને સ્થાનિકોના નિવેદન આધારે મૃતક વૃદ્ધ દંપતીનો દીકરો એક માસ અગાઉ વિસ્તારમાં રહેતી એક પરિણીતાને ભગાડી ગયો હતો. જે બાબતનું માતા પિતાને લાગી આવ્યું હોય જેથી પોતાનું જીવન ટૂંકાવ્યું હોઈ શકે તેવુ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસને કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી. આ ઘટનાને લઇને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details