રાજકોટ RTO દ્વારા ઓનલાઈન સેવા શરૂ, કચેરીએ અરજદારોની ભીડ નહિવત - Rajkot
રાજકોટ: રાજ્ય સરકાર દ્વારા 9 જેટલી સેવાઓ ઓનલાઈન કરી છે, એટલે કે આ સેવાઓનો લાભ અરજદારને ઘરે બેઠા જ મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં ETV BHARAT દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં સામે આવ્યું હતું કે, જે સેવાઓ ઓનલાઈન શરૂ કરી છે. તે સેવાઓ રાજકોટ RTO કચેરીમાં પણ ઓફલાઇન બંધ કરી નાખવામાં આવી છે, એટલે કે આ સેવાઓનો લાભ મેળવવા માંગતા અરજદારને પણ ફરજિયાત ઓનલાઈન અરજી કરવી પડશે. ઓલનાઇન સેવાની વાત કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સ, વાહન નોંધણી, પરમિટ, એચ.એસ.આર.પી, ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક, સ્માર્ટ કાર્ડ આર.સી, કરનું માળખું, ઓનલાઇન ઇ પેમેન્ટ, વાહન ઇ પેમેન્ટ, સારથી ઇ પેમેન્ટ જેવી સેવાઓ હાલ રાજ્ય સરકાર દ્વારા ઓનલાઈન કરવામાં આવી છે. જેને લઈને અરજદારોએ પણ હવે આ પ્રકારના RTOના કામ માટે જેતે RTO કચેરીએ જવાનું રહેશે નહીં.