ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુરતના આ વોર્ડમાં છેલ્લા પાંચ ટર્મથી એકપણ કોંગ્રેસના પ્રતિનિધિ ચૂંટાયા નથી - Surat municipal

By

Published : Dec 26, 2020, 8:01 PM IST

Updated : Dec 26, 2020, 8:23 PM IST

સુરતઃ મહાનગરપાલિકાની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાઈ શકે છે, જેને લઇ ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. આરોપ પ્રત્યારોપનો દોર પણ શરૂ થઈ ગયો છે. આ વચ્ચે ઈટીવી ભારતની ટીમ પાલિકાના વોર્ડ નંબર 10માં પહોંચી હતી. આ વોર્ડમાં છેલ્લા પાંચ ટર્મથી એક પણ કોંગ્રેસના પ્રતિનિધિ ચૂંટાયા નથી. આવામાં એસ.ટી, એસ.સી, ઓબીસી સહિત લઘુમતી મતદાતાઓ નિર્ણાયક સાબિત થતા હોય છે. ભાજપે આ વોર્ડમાં વિકાસ કામ કર્યા હોવાનો દાવો કર્યો છે. જ્યારે બીજી બાજુ કોંગ્રેસના નેતાઓએ ગટર, પાણી અને બસ સ્ટેન્ડની કફોડી હાલતને મુદ્દાઓ બનાવી રહ્યા છે. જ્યારે આ તમામ આરોપોને ભાજપ ના સ્થાનિક નેતાઓ પાયાવિહોણા ગણાવ્યા છે.
Last Updated : Dec 26, 2020, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details