ભારતીય જનતા પાર્ટી માટે 2022ની ચૂંટણીમાં કોઈ પડકાર નથી : વિસનગરના ધારાસભ્ય ઋષિકેષ પટેલ - News from Gandhinagar
આજે ભૂપેન્દ્ર પટેલની કેબિનેટના પ્રધાનો 1.30એ શપથ લેવાના છે. તમામ ધારાસભ્યોનો કાફલો ગાંધીનગર પહોંચી ગયો છે. વિસનગરના ધારાસભ્ય ઋષિકેષ પટેલએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું છે કે ભાજપનું નેૃતૃત્વ સક્ષમ છે અને તેને વિધાનસભા 2022ની ચૂંટણીમાં કે સમગ્ર ભારતમાં કોઈ તકલીફ નહી પડે. ઋષિકેષ પટેલે એ વાતનું ખંડન કર્યું હતું કે પાર્ટીમાં કોઈ આંતરીક પક્ષપાત છે નહીં.