નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ રાજભવન પહોંચ્યા - New Chief Minister Bhupendra Patel arrives at Raj Bhavan
મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીએ રાજીનામુ આપ્યા બાદ આજે બપોરે કમલમ ખાતે ધારાસભ્ય દલની બેઠક મળી હતી. જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ આજે સાંજે 6 કલાકે ભુપેન્દ્ર પટેલ રાજ્યપાલના ધારાસભ્યના સહીવાળા પત્રને સુપરત કરવા આવ્યા હતાં. ત્યારબાદ હવે રાજ્યપાલ સત્તાવર રીતે નવા મુખ્યપ્રધાન તરીકેની શપથ વિધિની જાહેરાત કરશે.