અમદાવાદ શહેરમાં કોની સરકાર? મતગણતરીને લઇને સવારે 7 વાગ્યાની સ્થિતિ - Gujarat latest news
અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને 6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાયું હતું. આજે મંગળવારે 6 મહાનગરપાલિકાઓનું ચૂંટણી પરિણામ છે. જેને લઇને સવારે 8 વાગ્યે મતગણતરીની શરૂઆત થવાની છે. ત્યારે જોવાનું રહ્યું કે, શહેરમાં કોની સરકાર બનશે. અમદાવાદ શહેરમાં કુલ 48 વોર્ડ અને 192 બેઠકો છે. જેમાંથી 96 બેઠક મહિલા માટે અનામત રાખવામાં આવી છે. આ સાથે જ અમદાવાદમાં કુલ 46, 24, 592 મતદારો હતા. જે પૈકી 24, 14, 451 પુરુષો, 22, 09, 976 મહિલા અને 165 ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે.