સુરતમાં મોબાઈલ સ્નેચિંગની ઘટના, લોકોએ આરોપીને માર મારી પોલીસના હવાલે કર્યો - Surat Police
સુરત: પાંડેસરા વિસ્તારમાં રાત્રિ દરમિયાન ચેન સ્નેચિંગ અને મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓ અવાર નવાર સામે આવે છે. ત્યારે બુધવારે રાત્રિ દરમિયાન મોબાઈલ સ્નેચિંગ કરી ભાગતા શખ્સને લોકોએ ઝડપી પાડી માર માર્યો હતો. ત્યારબાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે યુવકની અટકાયત કરી હતી. પાંડેસરા વિસ્તારમાં આવેલા કૈલાશ નગર ચોકડી નજીક રાત્રિ દરમિયાન આ ઘટના બની હતી. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો ભેગા થઈ ગયા હતા. તેમજ આ ઘટનાને પગલે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.