ધારાસભ્ય ડો. કુબેર ડિંડોરને પ્રધાનમંડળમાં મળ્યું સ્થાન, જિલ્લા પ્રમુખ દશરથ બારીયાએ નરેન્દ્ર મોદી અને અમિતશાહનો માન્યો આભાર
ગુજરાતના રાજ્યના નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલેના શપથ ગ્રહણ થયા બાદ હવે તેમના પ્રધાન મંડળના કેબિનેટમાં કેટલાક નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે. જેમાં મહીસાગરના સંતરામપુર તાલુકાના ધારાસભ્ય ડો. કુબેર ડિંડોરને પણ પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. સંતરામપુરના ધારાસભ્ય ડો. કુબેર ડિંડોરને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ટીમમાં સ્થાન મળતા જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારીયાએ નરેન્દ્રભાઇ મોદી તથા અમિતશાહનો આભાર વ્યક્ત કર્યો છે.