કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલને જૂનાગઢના ધારાસભ્ય ભીખા જોશીએ પાઠવી શ્રદ્ધાંજલિ - Ahmed Patel pass away
જૂનાગઢઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું બુધવારે કોરોના સંક્રમણને કારણે અવસાન થયું છે, ત્યારે જૂનાગઢના ધારાસભ્ય ભીખા જોશીએ અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ભીખા જોશીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ આજે રાંક બની ગઈ છે, કોંગ્રેસના પાયાના પથ્થરની કસમયની વિદાયને કારણે કોંગ્રેસને ખૂબ મોટો ઝટકો લાગ્યો છે. અડધી રાતના હોકારા સમાન અહેમદ પટેલના અવસાનથી તેઓ પોતે વ્યક્તિગત દુઃખની લાગણી અનુભવે છે અને ભગવાન એહમદ પટેલના પરિવારને દુખ સહન કરવાની શક્તિ આપે.