ગુજરાત

gujarat

ETV Bharat / videos

જામનગરના સ્લમ વિસ્તારમાં પોલીસ દ્વારા જરૂરિયાતમંદ લોકોને વિના મૂલ્યે માસ્કનું વિતરણ - Jamnagar Police

By

Published : Oct 6, 2020, 5:29 PM IST

જામનગરઃ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા વિનામૂલ્યે માસ્ક વિતરણ કરવામાં આવ્યા છે. શહેરના ભીમવાસ શેરી નંબર 1 માં રહેતા લોકોને ટ્રાફિક પોલીસે ઘરે ઘરે જઈ માસ્ક આપ્યા હતા. પીએસઆઇ વૈશાલી આહીર સહિતનો પોલીસ કાફલો માસ્ક વિતરણમાં જોડાયો હતો. એક બાજુ રાજ્ય સરકાર દ્વારા માસ્ક વિના નીકળતા લોકો પાસેથી દંડ વસુલવામાં આવી રહ્યો છે. તો બીજી બાજુ પોલીસ દ્વારા ગરીબ લોકોને વિના મૂલ્યે માસ્ક આપવામાં આવી રહ્યાં છે. કોરોના મહામારીને કાબુમાં કરવા માટે લોકોમાં જાગૃતિ આવે તે ખૂબ જરૂરી છે. જેથી પોલીસે સ્લમ વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને માસ્ક પહેરવા જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details