'ભગવાન મુજે મોત પ્રદાન કરે', સરસપુર રણછોડરાય મંદિરના મહંતે ભગવાન પાસે મોત માંગ્યુ - દેહ ત્યાગ
અમદાવાદઃ સરસપુરના રણછોડરાય મંદિરના મહંત લક્ષ્મણદાસએ પોતાને મોત આપવા માટે જગન્નાથન પાસે પ્રથના કરી રહ્યા છે. મહંત લક્ષ્મણદાસનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મોસાળ સરસપુરના રણછોડરાયજી મંદિરના મહંત લક્ષ્મણદાસજી વિશેષરૂપે ગ્લાનિ અનુભવી રહ્યા છે. રથયાત્રા નીકળી ન શકતા તેમણે સૌ-પ્રથમ તો પોતાનો દેહ ત્યાગ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ સ્થાનિક પોલીસ ઇન્સ્પેકટર અને સામાજિક અગ્રણીઓની સમજાવટ બાદ લક્ષ્મણદાસે સમાધાન કરી લીધું હતું. જે બાદ શુક્રવારે મહંત લક્ષ્મણદાસ ચાલતા જગન્નાથ મંદિર પહોંચ્યા હતા.