રાજકોટમાં મહાદેવને કરવામાં આવ્યો નવી ચલણી નોટનો શ્રુંગાર
રાજકોટઃ શહેરના જામનગર રોડ પર આવેલા SRP કેમ્પ નજીક આસ્થા સોસાયટીના રહેવાસીઓ દ્વારા સોસાયટીમાં આવેલા નીલકંઠ મહાદેવને અનોખો શ્રુંગાર કરવામાં આવ્યો હતો. સોસાયટીમાં રહેતા અગ્રણી જશુભા જાડેજા, મંદિરના પૂજારી વિનોદભાઈ સહિતના આગેવાનો દ્વારા મહાદેવને ચલણી નવી નોટનો શ્રુંગાર કરવામાં આવ્યો હતો. જેમાં અંદાજીત રૂપિયા 1 લાખ 75 હજારની નવી ચલણી નોટોનો શ્રુંગાર કરવામાં આવ્યો હતો. હાલ શ્રાવણ મહિનો શરૂ હોય અને શીવજીને વ્હાલા એવા શ્રાવણ મહિનામાં શ્રદ્ધાળુઓ દ્વારા શીવજીને અનોખો શ્રુંગાર કરવામાં આવતો હોય છે. ત્યારે, નવી ચલણી નોટનો શ્રુંગાર કરવામાં આવતા આસપાસના વિસ્તારવાસીઓમાં કુતુહલ સર્જાયું હતું.