જામનગરના લાખોટા લેકમાં પ્રેમીપંખીડાએ કરી આત્મહત્યા
જામનગરઃ શહેરનાં ૨૨ વર્ષીય યુવક તેમજ ૧૭ વર્ષની તરૂણીએ રવિવાર રાત્રે લાખોટા તળાવનાં પાછળના ભાગમાં સજોડે આત્મહત્યા કરી હતી. બન્ને એકબીજા સાથે પ્રેમમાં હોવાનું જાણવા મળ્યું છે. યુવક અને તરૂણી રવિવારે રાત્રે દસ વાગ્યા આસપાસ બાઇક પર બેસી લાખોટા તળાવના પાછળના ભાગે ગયા હતા. જ્યાં બંને વચ્ચે કોઇ વાતચીત થયા પછી બંનેએ એકાએક તળાવમાં ઝંપલાવી દીધું હતું. આ ઘટનાની જાણ ત્યાંથી પસાર થતા લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેથી ફાયર શાખાની ટુકડી ઘટનાસ્થળે પહોંચે તે પહેલા પાણીમાં ડૂબી જવાથી બંન્ને મૃત્યુ પામ્યા હતા. ફાયર બ્રિગેડે બન્ને મૃતદેહો બહાર કાઢી સીટી-એ ડિવિઝન પોલીસને સોપ્યા હતા. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી છે. બંને એકબીજાના પ્રેમમાં હોવાનું જાણવા મળ્યું છે. બંનેના મૃતકના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
Last Updated : Dec 2, 2019, 1:04 PM IST