વડોદરાની દેસાઈ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવતા સ્થાનિકોનો હોબાળો - દર્દીઓની સારવાર
વડોદરાઃ શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલી દેસાઈ હૉસ્પિટલના સત્તાધિશો દ્વારા કોવિડના દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી છે. જેની જાણ વાયુવેગે સ્થાનિકોમાં ફેલાતા રહિશોમાં ફફડાટ ફેલાયો હતો. જેને કારણે મંગળવારે મોડી રાત્રે રહિશો એકસાથે હોસ્પિટલની બહાર ભેગા થઈ ગયા હતા અને કોવિડની સારવાર બંધ કરવા માટે હોબાળો મચાવ્યો હતો. એકાએક હોસ્પિટલની બહાર બહાર ભીડ એકઠી થઇ હતી. આ ઘટનાની જાણ રાવપુરા પોલીસ મથકે કરી હતી. રહિશોએ માંગ કરી કે, આ રહેણાક વિસ્તાર છે અને અહિંયા કોવિડના દર્દીઓની સારવાર કરવામાં આવશે તો કોરોનાનો ચેપ ફેલાવવી શક્યતા વધવાની પૂરેપૂરી સંભાવના છે. જેને કારણે અહિંયા કોવિડના દર્દીઓની સારવાર બંધ કરવામાં આવે તેવી માંગ સાથે હોબાળો મચાવ્યો હતો. પોલીસે મધ્યસ્થી બનતા મામલો થાળે પડ્યો હતો.